લોકસભા ચૂંટણીનો ધમધમાટ પુરજોશમાં, પ્રધાનમંત્રી મેરઠથી પ્રચારની કરશે શરૂઆત, તો અમિત શાહ રાજસ્થાનના બે દિવસીય પ્રવાસે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠમાં રેલી કરી ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા બાદ પશ્ચિમ UPમાં PM મોદીની આ પહેલી ચૂંટણી રેલી હશે. મેરઠની રેલીમાં RLD ચીફ જયંત ચૌધરી પણ પહેલીવાર PM મોદી સાથે મંચ પર હાજર રહેશે. આ રેલીની મદદથી PM મોદી પશ્ચિમ UPથી હરિયાણા, પૂર્વાંચલ અને દેશને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને OBC મતદારોને આકર્ષવા માટે તમામ પ્રયાસો કરાશે. મેરઠને પશ્ચિમ UPનો ગેટ-વે કહેવામાં આવે છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે છે. અમિત શાહ આજે બપોરે જયપુરમાં પાર્ટીની લોકસભા કોર કમિટીની બેઠકમાં સહભાગી થશે. આ બેઠકમાં અમિત શાહ પાર્ટી કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. જે બાદ સાંજે સીકરમાં અમિત શાહ રોડ-શો કરી ભાજપ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે.
