Skip to main content
Settings Settings for Dark

વંદે ભારત ટ્રેનમાં હવે પીરસાશે સ્થાનિક વ્યંજનો : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

Live TV

X
  • કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે રેલ ભવન ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

    વંદે ભારત ટ્રેનમાં હવે પીરસાશે સ્થાનિક વ્યંજનો પીરસવાનો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીધો મોટો નિર્ણય કર્યો છે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે રેલ ભવન ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષાને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

    રેલ મંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, હવે વંદે ભારત ટ્રેનોમાં જે-તે વિસ્તારના પ્રખ્યાત સ્થાનિક વ્યંજનો (Local Cuisine) ઉપલબ્ધ કરાવવામાં આવે. આ સુવિધા પાછળનો હેતુ મુસાફરોને પ્રવાસ દરમિયાન તે ક્ષેત્રની સંસ્કૃતિ અને સ્વાદનો અનુભવ કરાવવાનો છે. ટૂંક સમયમાં જ આ સુવિધા વંદે ભારત બાદ તબક્કાવાર રીતે દેશની તમામ ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે. આ બેઠકમાં રેલવે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પણ હાજર રહ્યા હતા.

    ટિકિટ બુકિંગમાં પારદર્શિતા: કરોડો ફેક એકાઉન્ટ્સ પર લાલ આંખ

    ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી રોકવા માટે ભારતીય રેલવે દ્વારા લેવામાં આવેલા કડક પગલાંના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે:

    • ફેક આઈડીમાં ઘટાડો: ઓળખની કડક તપાસ બાદ, IRCTCની વેબસાઇટ પર રોજની નવી આઈડી બનાવવાની સંખ્યા જે પહેલા 1 લાખ હતી, તે ઘટીને હવે 5,000 થઈ ગઈ છે.
    • 3.03 કરોડ એકાઉન્ટ્સ ડિલીટ: રેલવેએ અત્યાર સુધીમાં 3.03 કરોડ નકલી એકાઉન્ટ્સને નિષ્ક્રિય કરી દીધા છે.
    • શંકાસ્પદ આઈડી પર કાર્યવાહી: અન્ય 2.7 કરોડ યુઝર આઈડીને શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે કાં તો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તપાસ હેઠળ રાખવામાં આવ્યા છે.

    સામાન્ય મુસાફરોને થશે ફાયદો

    કેન્દ્રીય મંત્રીઓએ અધિકારીઓને સૂચના આપી છે કે ટિકિટિંગ સિસ્ટમને એવી રીતે મજબૂત બનાવવામાં આવે કે દરેક સાચો મુસાફર પોતાની અધિકૃત આઈડી દ્વારા કોઈપણ મુશ્કેલી વિના ટિકિટ બુક કરી શકે. આ સુધારાથી બ્લેક માર્કેટિંગ અને એજન્ટોના ત્રાસમાંથી મુસાફરોને મુક્તિ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply