વંદે ભારત મિશનનો આજથી બીજો તબક્કોઃ 31 દેશમાં ફસાયેલા ભારતીયોને લવાશે સ્વદેશ
Live TV
-
કોરોના વાયરસ વચ્ચે વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ' વંદે ભારત મિશન' હેઠળ 16 મે થી એટલે કે આજથી બીજા તબક્કા હેઠળ 31 દેશમાં ફસેયેલા ભારતીયોને પરત લવાશે. એર ઇન્ડિયા અને સહયોગી વિમાન સેવા દ્વારા વંદે ભારત મિશન હેઠળ આ પહેલા 31 દેશમાં ફસાયેલા વિદેશમાં ફસાયેલા 6037 લોકોને ભારત લાવવામાં આવ્યા છે.
વંદે ભારત મિશનના બીજા તબક્કામાં અન્ય 18 દેશોનો સમાવેશ કરવામાં આવશે. આમાં ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, ફ્રાંસ, જર્મની, આયર્લેન્ડ, કેનેડા, જાપાન, નાઇજીરીયા, કઝાકિસ્તાન, યુક્રેન, બેલારુસ, જ્યોર્જિયા, તાજિકિસ્તાન અને આર્મેનિયા શામેલ છે. વંદે ભારત મિશન બીજા તબક્કામાં અમેરિકા, રશિયા, યુકે, કેનેડા જેવા દેશો માથી લોકોને ગુજરાત લાવવામાં આવશે. ગુજરાતનાં તમામ પ્રવાસીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે લાવવામાં આવશે.
મુસાફરી કરનારા કામદારો સહિત મુસીબતમાં કેસોમાં વિદેશથી મુસાફરી કરતાં મુસાફરોને અગ્રતા આપવામાં આવી રહી છે. ટૂંકા ગાળાના વિઝાની સમાપ્તિનો સામનો કરતા લોકો, તબીબી કટોકટીવાળા, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. મુસાફરો દ્વારા મુસાફરીનો ખર્ચ ઉઠાવવામાં આવશે.
કોરોના વાયરસના પગલે 25 માર્ચથી ભારતમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને 149 ફ્લાઇટ મારફતે ભારત પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટ 13 અમેરિકા, 11 UAE, 10 કેનેડા, 9 સાઉદી અરબ, 9 યુકે, 8 મલેશિયા, 8 ઓમાન, 7 કઝાકિસ્તાન, 7 ઓસ્ટ્રેલિયા, 6 યુક્રેન, 6 કતર, 6 ઇન્ડોનેશિયા, 6 રશિયા, 5 ફિલાપાઇન્સ, 4 ફ્રાન્સ, 4 સિંગાપુર, 4 આઇલેન્ડ, 4 કર્ગિસ્તાન, 3 કુવૈત, 3 જાપાન, 2 જ્યોર્જિયા, 2 જર્મની, 2 તાજીકિસ્તાન, 2 બહેરીન, 2 આર્મેનિયા, 1 થાઇલેન્ડ, 1 ઇટલી, 1 નેપાળ, 1 બેલારૂસ, 1 નાઇઝીરીયા, 1 બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લવાશે
