Skip to main content
Settings Settings for Dark

'વંદે માતરમ'ના 150 વર્ષ: લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા

Live TV

X
  • 'વંદે માતરમ'ના 150 વર્ષ: લોકસભામાં આજે ઐતિહાસિક ચર્ચા, PM મોદી કરાવશે શરૂઆત

    ભારતના રાષ્ટ્રીય ગીત સમાન આદર પામનાર ગીત 'વંદે માતરમ'ની રચનાને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે લોકસભામાં એક વિશેષ અને ઐતિહાસિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

    આઝાદીની લડતમાં જન-જનનો મંત્ર બનેલા આ ગીતની 150મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં ગહન ચર્ચા થવાની છે.

    પ્રધાનમંત્રી મોદી બપોરે 12 કલાકે કરશે શુભારંભ

    આ વિશેષ ચર્ચાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 12 કલાકે કરાવશે. આ સત્ર રાષ્ટ્રની ભાવના અને ઇતિહાસ સાથે જોડાયેલા આ ગીતની અસરો, ઇતિહાસ અને મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાનું આ વિશેષ સત્ર આજે સતત 10 કલાક સુધી ચાલશે, જેમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યો 'વંદે માતરમ'ના મહત્ત્વ અને ભારતીય સંસ્કૃતિમાં તેના યોગદાન પર પોતાના વિચારો રજૂ કરશે. આ સત્ર દેશની યુવા પેઢીને રાષ્ટ્રીય ગૌરવના આ પ્રતીક વિશે વધુ માહિતી આપવાનો પણ પ્રયાસ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply