વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું દેશમાં સમાજની શક્તિ સરકારની શક્તિથી વધારે છે
Live TV
-
હૈદરાબાદમાં આયોજીત દિક્ષાંત પરેડમાં આઇપીએસ પ્રોબેશ્નર્સ સાથે વડાપ્રધાને સંવાદ કરતા જણાવ્યું કે, કોરોના મહામારી દરમ્યાન પોલીસનો માનવીય ચહેરો આવ્યો સામે, યોગ અને પ્રાણાયમ દ્વારા માનસીક તણાવનો ઓછો કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારી, ફોરમના ત્રીજા વાર્ષિક શિખર સંમેલનને સંબોધિત કર્યુ હતુ. 31મી ઓગસ્ટથી શરૂ થયેલા 5 દિવસના શિખર સંમેલનની થીમ "યુ.એસ. ઈન્ડિયા નેવિ ગેટિંગ ન્યુ ચેલેન્જિઝ" છે. વિવિધ પડકારોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને ભારતમાં રોકાણ દ્વારા થનારા આર્થિક લાભોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતમાં રોકાણ માટે આમંત્રિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, દેશમાં જાહેર અને ખાનગી બંને ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ છે. વિશ્વ સામે રહેલા હાલના પડકારોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાનએ ભારતમાં મહામારીનો સફળતા પૂર્વક સામનો કરવા અને તેના પ્રસાર અને પ્રભાવને સિમિત કરવા માટે લેવાયેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાનએ કહ્યું કે મહામારીએ અનેક ક્ષેત્રને પ્રભાવિત કર્યુ પરંતુ 130 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓને તે પ્રભાવિત કરી શકી નથી.
