Skip to main content
Settings Settings for Dark

વડાપ્રધાન મોદી દેશનાં વિવિધ ક્ષેત્રોને કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બતાવશે લીલી ઝંડી

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશનાં વિવિધ ક્ષેત્રોને કેવડિયાથી જોડતી આઠ ટ્રેનોને 17 મી જાન્યુઆરી, 2021 ના ​​રોજ સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવીને રવાના કરશે. આ ટ્રેનો સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિર્બાધ કનેક્ટિવિટી પ્રદાન કરશે. વડાપ્રધાન સમારોહ દરમિયાન ગુજરાતમાં રેલ્વે સબંધિત અન્ય અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલ મંત્રી ઉપસ્થિત રહેશે. 

    વડાપ્રધાન ડભોઇ-ચાંદોદ ગેજ રૂપાંતરિત બ્રોડગેજ રેલ લાઇન, ચાંદોદ-કેવડિયા નવી બ્રોડગેજ રેલ લાઇન, નવવિદ્યુતકૃત પ્રતાપનગર-કેવડિયા ખંડ અને ડભોઇ જંકશન, ચાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશન બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ ઇમારતોનું નિર્માણ સ્થાનિક સુવિધાઓ અને આધુનિક મુસાફરોની સવલતોથી સુરૂચિપૂર્ણ રીતે બનાવવામાં આવી છે. કેવડિયા સ્ટેશન એ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ મેળવનારૂ ભારતનું પહેલું રેલ્વે સ્ટેશન છે. આ પ્રોજેક્ટની આજુબાજુનાં આદિવાસી વિસ્તારોની વિકાસલક્ષી પ્રવૃત્તિઓમાં વધારો કરશે. નર્મદા નદીનાં કાંઠે સ્થિત મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન તીર્થસ્થાનો સાથે જોડાણ વધારશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટનમાં વધારો કરશે તથા આ ક્ષેત્રનો એકંદર સામાજિક-આર્થિક વિકાસ અને નવા રોજગાર અને વ્યવસાયની તકો પૂરી પાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply