Skip to main content
Settings Settings for Dark

દેશનાં 11 રાજ્યો બર્ડ ફ્લૂથી પ્રભાવિત

Live TV

X
  • મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયે કહ્યું છે કે દેશનાં 11 રાજ્યો બર્ડ ફ્લૂથી પ્રભાવિત છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બીમારીનાં સંદર્ભે લોકોને જાગૃત કરવા અને ગેરસમજ દૂર કરવાનાં પ્રયાસ કરાઈ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે રાજ્યોનાં પશુપાલન વિભાગો સાથે વીડિયો કોન્ફરન્સીંગમાં થયેલી ચર્ચાનાં આધારે પશુપાલન અને ડેરી વિભાગનાં સચિવે રાજ્યોનાં મુખ્ય સચિવો અને વહીવટીકર્તાઓને પત્ર લખીને જણાવ્યું છે કે, એવિયન એન્ફ્લુએન્ઝાનાં કેસ 2006થી સામે આવતાં રહ્યા છે અને તેને અસરકારક રીતે નિયંત્રિત પણ કરાયા છે. પત્રમાં કહેવાયું છે કે, આ એન્ફલુએન્ઝાનો વાયરસ 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નષ્ટ થઈ જાય છે. એટલે સારી રીતે પકવેલા પોલ્ટ્રી ઉત્પાદનો ખાવા માટે સુરક્ષિત બને છે. મંત્રાલયે કહ્યું કે, જે રાજ્યો બર્ડ ફ્લૂથી પ્રભાવિત ના હોય તેવા વિસ્તારોમાંથી મંગાવાયેલ પોલ્ટ્રી ઉત્પાદનોનાં વેચાણ પર પ્રતિબંધ ના મૂકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply