રસીકરણ અભિયાનની શરૂઆત થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન દિલ્હીની એઈમ્સ ખાતે રહ્યા ઉપસ્થિત
Live TV
-
રસીકરણ અભિયાનની શરૂઆત થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન દિલ્હી એઈમ્સ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, કોવિડ વિરુદ્ધની આ જંગમાં વેક્સિન એક સંજીવની તરીકે કામ કરશે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રીએ રસીકરણને લઈ ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા માટે અપીલ કરી હતી. દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલનાં ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ પણ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ રસીકરણની શરૂઆતથી વિશ્વ સ્તરે નવા આત્મનિર્ભર ભારતનો ઉદય થયો છે.
