વડોદરા NCCની આર્મી વિંગ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
Live TV
-
નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એન.સી.સીનો આજે 72મો રાઇઝિંગ દિવસ છે. ત્યારે સીમિત કેડેટ્સ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા એન.સી.સીની આર્મી વિંગ ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આર્મી વિંગના કર્નલ પવન કુમાર દ્વારા કેડેટ્સની ઉપસ્થિતિમાં એન.સી.સીના ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કેડેટ તેમજ ઉપસ્થિત અધિકારીઓએ ધ્વજને સલામી આપી હતી. કર્નલ પવન કુમારે આર્મી વિંગના કેડેટ્સને સંબોધન કરીને કેડેટ્સની ફરજો અને સમાજ સેવા માટે અવગત કરાયા હતા. અને કોરોનાની ગંભીરતાને ધ્યાને લઇને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો.
