15મા જી-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો
Live TV
-
સાઉદી અરબની અધ્યક્ષતામાં આયોજીત 15મા જી-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો હતો.,. બે દિવસના આ શિખર સંમેલનનો વિષય 'સૌ માટે 21મી સદીના અવસરો, અનુભવ'' છે. કોવિડ-19 મહામારી દ્વારા સર્જાયેલા પડકારો અને મુશ્કેલીઓ છતાં, 2020માં દ્વિતિય જી-20 શિખર સંમેલનનું વર્ચ્યુઅલ આયોજન કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબ અને તેના નેતૃત્વને શુભેચ્છા પાઠવી હતી. સંમેલનમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 મહામારી દુનિયા સામે દ્વિતિય વિશ્વયુદ્ધ બાદ સૌથી મોટો પડકાર અને માનવતાના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ક્ષણ છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતું કે, કોવિડ-19 બાદની દુનિયામાં કોઈપણ જગ્યાએથી કામ કરવું એ નવી સામાન્ય સ્થિતિ છે. આ ઉપરાતં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસ બાદની દુનિયા માટે એક નવાં વૈશ્વિક સૂચકાંકના વિકાસનું પણ સુચન કર્યુ હતું.
