Skip to main content
Settings Settings for Dark

વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ આજે થશે

Live TV

X
  • વર્ષ 2024નું પહેલું સૂર્ય ગ્રહણ આજે યોજાશે. નાસાના જણાવ્યા અનુસાર અદાજે 54 વર્ષ બાદ સૌથી લાંબુ અને પૂર્ણ સૂર્ય ગ્રહણ આજે દેખાશે. સૂર્ય ગ્રહણનો સમયગાળો અંદાજે 4 કલાક અને 25 મિનિટનો રહેશે. આ પહેલા આટલું લાંબુ સૂર્ય ગ્રહણ 1970માં દેખાયું હતુ. ઉત્તરી અમેરિકામાં સૂર્યની સામે ચંદ્ર આવી જતા જમીન પર તેનો પડછાયો 185 કિલોમીટર પહોળો હશે. ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહિં પરંતુ મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં સહિત અનેક દેશોમાં સૂર્ય ગ્રહણ જોઈ શકાશે.

    એપ્રિલમાં થનારું આ સૂર્યગ્રહણ 4 કલાક 25 મિનિટ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, જેના કારણે સૂર્ય સંપૂર્ણપણે છુપાઈ જાય છે. આ ઘટનાને સંપૂર્ણ સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

    કેનેડા અને યુએસ સિવાય, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કોલંબિયા, વેનેઝુએલા જેવા ઘણા કેરેબિયન દેશોમાં દેખાશે. આ સિવાય તે સ્પેન, યુનાઇટેડ કિંગડમ, આયર્લેન્ડ, પોર્ટુગલ અને આઇસલેન્ડ ગ્રીનલેન્ડ, આયર્લેન્ડ, જમૈકા, નોર્વે, પનામા, નિકારાગુઆ, રશિયા, પ્યુર્ટો રિકો, સેન્ટ માર્ટિન વેનેઝુએલા, બહામાસ જેવા દેશોમાં પણ જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
apply