વસ્તી ગણતરી 2021, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટાર અપડેટ કરવા કેબિનેટની મંજૂરી
Live TV
-
આ માટે 8 હજાર 500 કરોડનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કેબિનેટ સમીતીની મળેલી બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેબિનેટે રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર અપડેટ કરવાના પ્રોજેકટને મંજુરી આપી છે. આ હેતુસર રૂપિયા 8 હજાર 500 કરોડનું ભંડોળ ફાળવવામાં આવશે. આ ઉપરાંત કેબિનેટે ખેડૂતોની આવક વધારવા અટલ જળ યોજનાને પણ મંજુરી આપી હતી. ગુજરાત સહિતના સાત રાજ્યો આ યોજનામાં સહભાગી બનશે. આ યોજના માટે રૂપિયા 6 હજાર કરોડની વ્યવસ્થા કરવામાં આવી છે. કેબિનેટે મનાલીથી લેહ સુધીના અટલ ટનલ પ્રોજેકટને પણ મંજુરી આપી હતી. કેબિનેટે ફોર સ્ટાર રેન્ક સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના પદને પણ મંજુરી આપી હતી.
