વારાણસીમાં યુથ 20 શીખર સંમેલનની આજથી થશે શરુઆત
Live TV
-
ભારતની G-20 અધ્યક્ષતાની હેઠળ વારાણસીમાં યૂથ-20 સમ્મેલનનું આયોજન, બેઠકમાં પાંચ વિષયો પર ચર્ચા કરાશે
ભારતની G-20 અધ્યક્ષતાની હેઠળ આજે વારાણસીમાં યૂથ-20 સમ્મેલનનું આયોજન થશે. આ ચાર દિવસીય સમ્મેલનમાં 150થી વધુ પ્રતિનિધિઓના ભાગ લેવાની આશા વ્યક્ત કરાઈ રહી છે. આ શિખર સમ્મેલન સહયોગ અને નેટવર્કિંગની તકો પ્રદાન કરાશે અને યુવાઓના વિકાસમાં ફાળો આપશે. બેઠકમાં પાંચ વિષયો પર ચર્ચા કરાશે. જેમાં કાર્યનું ભવિષ્ય, ઉદ્યોગ 4.0, નવીનતા અને 21મી સદીના કૌશલ્ય વિષય પર ચર્ચા થશે. સંમેલનમાં યુવા અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહેશે. આ સાથે છેલ્લા કેટલાક મહિનાથી દેશભરમાં યોજવામાં આવેલી વિભિન્ન બેઠકોનું સમાપન થશે.