હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ક્ષેત્રોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ
Live TV
-
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી શરૂ, અનેક રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારો પ્રભાવિત થયા છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવનું કાર્ય ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખ્ખુએ ગઈ કાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. જ્યારે પંજાબમાં પૂરના કારણે સ્થિતિ ફરીથી વણસી છે. ઘણા ગામ પૂરના પાણીથી ઘેરાયેલા છે. હોશિયારપુર, કપુરથલા, રૂપનગર અને ગુરદાસપુર જિલ્લાના કેટલાય ગામોમાં લોકોને સુરક્ષિત બહાર નીકાળવા માટે બીએસએફ, એનડીઆરએફની ટીમો વહીવટીતંત્રની મદદ કરી રહી છે. તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ વરસવાનો દોર જારી છે. ઓડિશામાં આગામી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની થવાની સંભાવના છે. આ સાથે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ વરસાદની સંભાવના છે.