Skip to main content
Settings Settings for Dark

વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ : પ્રધાનમંત્રી

Live TV

X
  • આજે કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને પ્રધાનમંત્રીએ સંબોધ્યું હતું.  તેમણે કહ્યું કે, સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધવાનો સરકારનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ છે. તેમણે વધુમાં કહ્યું કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને અત્યાર સુધીમાં લગભગ 3 લાખ 75 હજાર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ યોજના હેઠળ વાર્ષિક 6,000 રૂપિયાની નાણાકીય સહાયથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે.

    સરકારે કેન્દ્રીય બજેટમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી છે, જે સૌથી ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા 100 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, આજે કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તરે છે. છેલ્લા 10 વર્ષમાં ઉત્પાદન 26 કરોડ 50 લાખ ટનથી વધીને 33 કરોડ ટનથી વધુ થયું છે. બાગાયત, ડેરી અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, આ ક્ષેત્રોમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું છે. 

    પીએમ આવાસ યોજના-ગ્રામીણ હેઠળ કરોડો ગરીબ લોકોને ઘરો પૂરા પાડવામાં આવી રહ્યા છે.સ્વામીત્વ યોજનાએ મિલકત માલિકોનેરેકોર્ડ ઓફ રાઇટ્સ આપ્યા છે. આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ગ્રામીણ સમૃદ્ધિ અને વિકાસ કાર્યક્રમોની જાહેરાતોએ રોજગારની ઘણી નવી તકોનું સર્જન કર્યું છે.

    પ્રધાનમંત્રીએ કૃષિને વિકાસનું પ્રથમ એન્જિન માનીને ખેડૂતોને ગૌરવનું સ્થાન આપ્યું છે. તાજેતરના વર્ષોમાં દેશમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે. પરંતુ સ્થાનિક વપરાશનો 20 ટકા હિસ્સો હજુ પણ આયાત પર આધારિત છે, તેથી ઉત્પાદન વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ માટે સુધારેલા બીજનો પુરવઠો જાળવી રાખવો અને હાઇબ્રિડ જાતોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply