વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓને વર્ચ્યુઅલ બેઠકમાં લીધો ભાગ
Live TV
-
વિશ્વ વ્યાપાર સંઘઠન, આંતર રાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ સ્વાસ્થ્ય સંઘઠન જેવા વૈશ્વિક એકમોના સુધાર અને સંયુક્ત રાષ્ટ્ પરિષદના વિસ્તારનું કર્યુ આહ્વાન.
બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની વરચ્યુઅલ બેઠક શુક્રવારે મળી ગઇ. બેઠકમાં આતંકવાદનો સામનો કરવાને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશમંત્રીઓએ 75મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મુખ્ય એજન્ડા વિષે ચર્ચા કરી હતી. બેઠકમાં વિશ્વમાં વધી રહેલા હીંસા અને વિવિધ સ્થાને જારી સંઘર્ષને મુદ્દે પણ ચિંતા જાહેર કરી હતી. રશિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં બ્રિક્સ સહયોગના ત્રણ સ્તંભો અને સંભવિત પરિણામો અંતર્ગતની હીલચાલની સમીક્ષા કરવામાં આવી હતી. વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે બ્રિક્સ દેશોને આતંકવાદનો સામનો કરવા સહયોગ વધારવા અનુરોધ કર્યો હતો. પોતાના સંબોધનમાં વિદેશમંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્રમાં સુધાર માટે પણ આગ્રહ કર્યો. વિદેશમંત્રીએ ભારત સરકારની આત્મનિર્ભર પહેલનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે પહેલ ગતિશીલ અને પારસ્પરિક રીતે લાભપ્રદ વૈશ્વિક આર્થિક પહેલ છે. આત્મનિર્ભર પહેલના પાંચ મહત્વના મુદ્દાની પણ તેમણે છણાવટ કરી હતી. વિદેશ મંત્રીએ વિશ્વ વેપાર સંગઠન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ આરોગ્ય સંગઠન જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધારા કરવાની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી અને અસ્થાયી એમ બંને શ્રેણીના વિસ્તાર માટે આહવાન કર્યું હતું. બ્રિક્સના સભ્ય દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન દક્ષિણ આફ્રિકા સામેલ છે
