વિદેશમંત્રી એસ. જયશંકર તઝાકિસ્તાનની 3 દિવસીય મુલાકાતે
Live TV
-
વિદેશમંત્રી એસ. જયશંકર તઝાકિસ્તાનની ત્રણ દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે તેઓ અફઘાનિસ્તાન અંગેની હાર્ટ ઓફ એશિયા- ઇસ્તાંબુલ પ્રક્રિયાની નવમી મંત્રીસ્તરની પરિષદમાં ભાગ લેશે. ડૉક્ટર જયશંકર આ ઉપરાંત અગ્રણી દેશોના વિદેશમંત્રીઓ સાથે પણ બેઠક યોજે તેવી શક્યતાઓ છે. હાર્ટ ઓફ એશિયા- ઇસ્તાંબુલ પ્રક્રિયા અંતર્ગત વેપાર, વાણિજ્ય અને રોકાણો ક્ષેત્રે આત્મવિશ્વાસ નિર્માણના પગલા તરીકે બેઠક યોજાય છે. જે બેઠકમાં ભારત એક અગ્રણી દેશ છે. ભારતે આ ક્ષેત્રે અફઘાનિસ્તાનના વધુ આર્થિક સંકલન માટે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે કડક પ્રયાસો કર્યા છે. ભારત અને અફઘાનિસ્તાનના શહેરો વચ્ચે સમર્પિત એર ફ્રેટ કોરિડોર અને ઈરાનમાં ચાબહાર બંદરનું સંચાલન તે દિશામાં પગલાં છે. અફઘાનિસ્તાનમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાના મહત્વના હિસ્સેદાર તરીકે ભારતે અફઘાનિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રક્રિયાઓમાં રચનાત્મક ભૂમિકા નિભાવી છે. ભારતે અફઘાનિસ્તાન પર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી ઉભી કરી છે. મધ્ય એશિયાના દેશોમાં અફઘાનિસ્તાન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવામાં આ પરિષદ મહત્વની બની રહેશે...
