અમરનાથજીની યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા 1 એપ્રિલથી શરુ થશે
Live TV
-
બર્ફાની બાબા અમરનાથજીની યાત્રા માટે શ્રદ્ધાળુઓની નોંધણીની પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ કરવા આવશે. બાલતાલ અને ચંદનવાડીના માર્ગે અમરનાથની વાર્ષિક યાત્રા માટેની નોંધણીની પ્રક્રિયા દેશની નિર્ધારિત બેન્કની શાખાઓમાં તારીખ પહેલી એપ્રિલથી શરૂ થશે. નોંધણીના દિશા-નિર્દેશો માટે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની વેબસાઇટ www.shriamarnathjishrine.com ઉપર ઉપલબ્ધ છે. 56 દિવસ સુધી ચાલનારી આ યાત્રા બે માર્ગોથી એક સાથે 28 જૂનથી શરૂ થશે અને રક્ષાબંધનના દિવસે એટલે કે, તા. 22 ઓગસ્ટના દિવસે સંપન્ન થશે. 13 વર્ષથી ઓછી વયના અને 75 વર્ષથી વધુ ઉમરના લોકો તેમજ છ સપ્તાહથી વધુની ગર્ભવતી મહિલાઓની આ વર્ષે યાત્રા માટે નોંધણી કરવામાં નહિ આવે.
કોરોનાના કારણે કેટલાક કાર્યક્રમો પર રોક મુકવામાં આવી છે. જેના કારણે કેટલાક ધાર્મિક કાર્યો પણ રદ કરવામાં આવ્યા છે. પણ અમરનાથજીની યાત્રા આ વર્ષે યોજવામા આવશે જેને લઈને શ્રદ્ધાળુઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. કોરોનાના કેસ સતત વધી રહ્યા છે પણ સામે કોરોનાનું રસીકરણ પણ પુરજોશમાં ચાલી રહયું છે. હજી પણ ગાઇડલાઇન્સનું પાલન કરવું પહેલા જેટલું જ અનિવાર્ય છે.
