Skip to main content
Settings Settings for Dark

આસામ અને પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનો પ્રચાર પડધમ શાંત થશે

Live TV

X
  • આસામ અને પશ્ચિમ બંગાળની ચુંટણીનાં બીજા તબક્કાનું પ્રચાર પ્રડધમ આજે શાંત થશે .પશ્ચિમ બંગાળની ચુંટણીમાં બીજા તબક્કામાં પહેલી એપ્રિલે 30 વિધાનસભા વિસ્તારોમાં મતદાન કરવામાં આવશે.

    આસામ અને પશ્ચિમ બંગાળની ચુંટણીનાં બીજા તબક્કાનું પ્રચાર પ્રડધમ આજે શાંત થઈ જશે..પશ્ચિમ બંગાળની ચુંટણીમાં બીજા તબક્કામાં પહેલી એપ્રિલે 30 વિધાનસભા વિસ્તારોમાં મતદાન થશે. આ તબક્કામાં કુલ 171 ઉમેદવારો ચુંટણી જંગમાં ઉતર્યા છે. આ તબક્કામાં નંદિગ્રામ સિવાય ખડકપુર સદર અને મોઈના વિધાનસભા બેઠક સંવેદનશીલ માનવામાં આવે છે. આ બેઠકો પર અન્ય વિસ્તારોમાંથી આવેલા ઉમેદવાર પોતાનાં રાજકિય નસીબ નીરખી રહ્યા છે..આસામની વાત કરવામાં આવે તો ત્યાં બીજા તબક્કામાં વિધાનસભાની 39 બેઠકો માટે 345 ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતર્યા છે. પહેલી એપ્રિલે મતદાન થશે અન તમામ પક્ષોના નેતા પોતાના પક્ષનાં ઉમેદવાર માટે પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. તો, પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળ, તમીલનાડુ અને પુડેચેરીમાં ત્રણ જનસભાઓ સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળનાં પલક્કડમાં એક જનસભાને સંબોધીત કરશે જે બાદ બપોરે તમીલનાડુનાં ધારાપુરમમાં એક જનસભાને સંબોધીત કરશે અને તે પછી પુડુચેરીમાં એક સાર્વજનીક સભાને પણ સંબોધીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી એપ્રિલે પટ્ટવનતીત્તા અને તીરૂવંતપુરમ પણ જશે. ત્યાંજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા અમીત શાહ આજે પશ્ચિમ બંગાળનાં નંદિગ્રામ, દેબરા અને પંસકુરા પશ્ચિમમાં ત્રણ રોડ શોમાં ભાગ લેશે. સાથે જ તેઓ ડાયમંડ હાર્બરમાં એક જનસભાને પણ સંબોધશે. ત્યાં બીજી તરફ ભાજનાં અધ્યક્ષ જે.પી નડ્ડા આજે આસામમાં ત્રણ જનસભાઓને સંબોધીત કરશે..કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ આજે કેરળ પહોંચશે, તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પણ આજે આસામનો કાર્યક્રમ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply