Skip to main content
Settings Settings for Dark

સરકારની રસી મૈત્રી પહેલ અંતર્ગત કેટલાક દેશને રસીનો જથ્થો આપવામાં આવ્યો

Live TV

X
  • વિશ્વના કેટલાક દેશો સુધી રસી પોહ્ચાડવાની પહેલને રસી મૈત્રી નામ આપવામાં આવ્યું છે. જેના અંતર્ગત કેટલાક દેશોમાં કોરોનની રસી પોંહચવામાં આવી રહી છે.

    ભારત સરકારની રસી મૈત્રી પહેલ અંતર્ગત પ્રાગ્વેને ભારતીય બનાવટની એક લાખ રસીનો જથ્થો અપાયો હતો. વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે "નેવર ટુ ફાર ફોર ફ્રેન્ડશીપ", "ભારતમાં બનેલી રસી પ્રાગ્વે પહોંચી ચુકી છે". મહત્વુ છે કે, રસી મૈત્રી પહેલ અંતર્ગત ભારત વિશ્વનાં દેશોને કોરોનાં વાયરસની રસી આપી રહ્યો છે.. ફીજી, નાઈઝર અને ઝીમ્બાબ્વેને મૈત્રી પહેલ અંતર્ગત ભારતમાં બનેલી કોવિડ-19 રસી પહોંચાડી દેવામાં આવી છે. રસી મૈત્રી પહેલ અંતર્ગત ભારત પોતાના પાડોશી દેશોને કોરોનાં વાયરસની રસીનો જથ્થો આપી રહ્યો છે..વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યુ હતુ કે ફિજી, નાઈઝર અને ઝીમ્બાબ્વેને ભારતમાં બનેલી રસી મળી ચુકી છે..70થી વધુ દેશોએ પહેલા જ રસી મેળવી લીધી છે..માલદીવ, ભૂતાન, બાંગ્લાદેશ, નેપાલ, શ્રીલંકા અને મ્યાનમાર એવા દેશ છે જે કોરોનાં માહમારીના સમયમાં ભારતની મદદ મેળવી ચુક્યા છે.. 
     
    વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ભારતમાં શરુ થયું હતું. જેને તબક્કાવાર લોકો સુધી પોહ્ચાડવામાં આવી રહી છે. જેમનો એક તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે અને બીજો તબક્કો પુરા થવાના આરે છે. ત્યાર બાદ 1 એપ્રિલ થી ત્રીજા તબક્કાનો આરંભ થશે જેમાં 45 વર્ષથી ઉપરના બધા જ લોકોને રસી આપવામાં આવશે. અને ભારત બીજા દેશોમાં પણ રસી પોહચાડી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply