વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આતંકવાદ સામે ભારતના કડક વલણને દોહરાવતા કહ્યું, સરહદ પાર આતંકવાદને કોઈ પણ ભોગે નહીં કરાય સહન
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદને લઈ 0 ટોલરન્સ નીતિને લઈ આતંકવાદને પોષતા દેશોને ચેતવણી આપી છે. ભારત કોઈ પણ આતંકી ગતિવિધિઓને સહન નહી કરે વિદેશ મંત્રી ડોક્ટર એસ.જયશંકરે એક વાર ફરી આતંકવાદ સામે ભારતના કડક વલણને દોહરાવ્યું છે. વિદેશમંત્રીએ જણાવ્યુ હતુ કે, આતંકીઓ સીમા પાર રહીને એવુ ન વિચારે કે અમને કોઈ સ્પર્શી શકશે નહી.આતંકવાદીઓને જવાબ આપવા માટે કોઈ નિયમો નથી.જયશંકરે મહારાષ્ટ્રના પુણેમાં એક કાર્યક્રમમાં યુવાનો સાથે વાર્તાલાપ કર્યો. જેમાં તેમણે યુવાનોના સવાલોનો જવાબ આપતા આ વાત કહી હતી.
