વિદેશ મંત્રી એસ જયશંકર 30 જૂને કતાર જશે
Live TV
-
વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે કહ્યું કે, વિદેશ મંત્રી એસ.જયશંકર 30 જૂને કતારની સત્તાવાર મુલાકાત લેશે. તેમણે જણાવ્યું કે એક દિવસીય મુલાકાત દરમિયાન એસ. જયશંકર કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસિમ અલ થાનીને મળશે.
ભારત અને કતાર ઐતિહાસિક અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14-15 ફેબ્રુઆરી 2024 ના રોજ કતારની મુલાકાત લીધી હતી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ચર્ચા કરી હતી.વિદેશ મંત્રીની મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંપર્કો તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે. .
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરની આ ત્રીજી સત્તાવાર મુલાકાત હશે. અગાઉ તેઓ 20 જૂને શ્રીલંકા અને 23 જૂને યુએઈ ગયા હતા.
