Skip to main content
Settings Settings for Dark

હરિયાણા અને ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) વચ્ચે કરાર કરાયા

Live TV

X
  • હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીની સતત બેઠકો ચાલી રહી છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના કાર્યકરોને ઉત્સાહિત કરવા આજે હરિયાણામાં પ્રવાસે.હરિયાણાના પંચકૂલામાં પ્રદેશ કાર્યકારિણી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,ક્રિમીનલ જસ્ટીસ સીસ્ટમને વૈજ્ઞાનિક આધાર આપવા માટેની સીસ્ટમ સક્રિય કરવામાં આવી છે.સાથે જ હરિયાણા સરકાર અને NFSU, ગાંધીનગર વચ્ચે કરાર પણ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં હરિયાણાના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, વિધાનસભા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન, સહ ચૂંટણી પ્રભારી વિપ્લવ કુમાર સહિત તમામ મોટા નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

    હરિયાણા અને ગાંધીનગર નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) વચ્ચે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં અહીં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેનાથી વૈજ્ઞાનિક આધારનો માર્ગ મોકળો થયો.
    તેમના સંબોધનમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, NFSU સાથે મળીને હરિયાણાની ફોજદારી ન્યાય પ્રણાલીને વૈજ્ઞાનિક આધાર આપવા માટે કામ કરવામાં આવ્યું છે.

    બ્રિટિશ યુગના ત્રણ કાયદા ભારતીય ન્યાય પ્રણાલીનું સંચાલન કરતા હતા અને તે તમામને ઝડપી ન્યાય અને ન્યાયની વિભાવના સાથે બદલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આ ફેરફારોના ભાગરૂપે સાત વર્ષ કે તેથી વધુની સજા ધરાવતા ગુનાઓ માટે હવે ફોરેન્સિક ટીમની મુલાકાત ફરજિયાત બનાવવામાં આવી છે. નવા ફોજદારી કાયદાઓને લાગુ કરવા માટે માનવ સંસાધન બનાવવા પડશે. આ અભિગમ સાથે જ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને આગળ વધારવામાં આવી હતી અને તે જ સમયે, આ નવા કાયદાઓનું ઘડતર પણ ચાલી રહ્યું હતું. અહીં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલવાની યોજના છે, તો ભારત સરકાર પોતાના ખર્ચે ફોરેન્સિક સાયન્સની તાલીમ માટે સારી વ્યવસ્થા કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply