વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર આજે ત્રણ દેશોની છ દિવસીય મુલાકાતે જશે
Live TV
-
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર રવિવારે સાઉદી અરેબિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડની છ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા અને પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો પર મંતવ્યો શેર કરવાનો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડૉ. એસ. જયશંકર ભારત-ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે પહેલા બે દિવસ રિયાધમાં રોકાશે. GCC એ એક પ્રભાવશાળી જૂથ છે જેમાં સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, કતાર અને કુવૈતનો સમાવેશ થાય છે.
આ પછી વિદેશ મંત્રી 10 થી 11 સપ્ટેમ્બર સુધી બે દિવસીય મુલાકાતે બર્લિન જશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં તેઓ 12 થી 13 સપ્ટેમ્બર સુધી જીનીવાની મુલાકાત લેશે, જ્યાં તેઓ વૈશ્વિક સંસ્થાઓના વડાઓ અને પ્રતિનિધિઓને મળશે.
