Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ભારત-અમેરિકા આર્થિક અને કોવિડ સહયોગ મુદ્દે બિઝનેસ ફોરમમાં ભાગ લેશે

Live TV

X
  • ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર  અમેરિકાના પાંચ દિવસીય પ્રવાસે છે.  તેઓ રવિવારે ન્યુયોર્ક પહોંચ્યા હતા.  ભારતના સ્થાયી પ્રતિનિધી ટી.એસ તિરુમૂર્તિ અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય દળની સાથે રણનીતિક બેઠક કરી હતી. તેઓ 28 મે સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમેરિકી કંપનીઓ સાથે કોવિડ-19 રસીની ખરીદી અને સંયુક્ત ઉત્પાદનની સંભાવના વિશે ચર્ચા કરશે. ન્યુયોર્કમાં યુ.એન. મહાસચિવ એન્ટોનિયો, ગુટે-રેસ સાથે પણ તેઓ મુલાકાત કરે તેવી સંભાવના છે. જ્યારે વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકન સાથે ચર્ચા કરશે. દ્રિપક્ષીય સંબંધો સાથે જોડાયેલા કેબિનેટના સભ્યો તથા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ વિદેશમંત્રી મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક અને કોવિડ સંબંધિત સહયોગના બિઝનેસ ફોરમમાં પણ  ભાગ લેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply