વિદેશ રાજ્ય મંત્રીએ જેદ્દાહ એરપોર્ટ પર યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા 121 ભારતીયોની આઠમી બેચનું સ્વાગત કર્યું
Live TV
-
ભારતે હિંસાગ્રસ્ત સુદાનમાંથી ભારતીય નાગરિકોની 10મી બેચને સુરક્ષિત સ્વદેશ પહોંચાડી છે. ભારતીયઓને સુદાન પોર્ટથી સાઉદી શહેર જેદ્દાહ લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી ભારતીઓને સુરક્ષિત બહાર નીકળવા "ઓપરેશન કાવેરી" ચાલુ કર્યું છે આ ઓપરેશન કાવેરી' અંતર્ગત સૌથી પહેલી ફ્લાઈટ બુધવારે રાત્રે 360 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી હતી.
આ સિવાય 246 ભારતીયોની બીજી બેચ ગુરુવારે સવારે જેદ્દાહથી મુંબઈ માટે રવાના થઈ હતી, ત્રીજી બેચમાં135 લોકોને સુરક્ષિત પરત લવાયા, આવી જ રીતે ભારત સરકારે ઓપરેશન કાવેરી હેઠળ 10 બેચમાંથી કુલ 1100 લોકોનું સફળ રેસ્કયું કર્યું જેમાં ચોથી બેચ માંથી 136, પાંચમી બેચમાંથી 360 ભારતીય, 6 ઠ્ઠી બેચમાંથી 297, સાતમી બેચ માંથી 135, આઠમી બેચમાંથી 121 લોકોને 9મી બેચ માંથી 326 મુસાફરોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઠી સ્વદેશની ધરતી પર લાવવામાં આવ્યા હતાં અને ગઈકાલે ભારતીય વાયુસેનાની C-130J ફ્લાઇટમાં 135 મુસાફરો સાથે 10મી બેચ પોર્ટ સુદાનથી જેદ્દાહ માટે રવાના થઈ હતી.
સુદાનમાં કુલ 3100 ભારતીઓ ફસાયેલા છે જેમાંથી ભારત સરકારે 1100 ભારતીઓને સુરક્ષિત પરત ભારત લાવવામાં આવ્યા છે આ 3100 ભારતીઓ માંથી સુદાનમાં 650 જેટલા ગુજરાતીઓ છે. જેને આગામી સમયમાં ભારત પરત લવાશે. ગુરુવારે સુદાનથી આવેલી 10મી બેચમાંથી મુંબઇ ખાતે કુલ 56 ગુજરાતીઓ આવ્યા હતા. જેમાંથી 12 લોકો પોતાની રીતે ઘરે જવા નીકળી ગયા છે. જ્યારે 44 લોકોને સરકાર બસ દ્વારા મુંબઈથી અમદાવાદ લાવી હતી. આ 44 લોકોમાં 39 રાજકોટ, 09 ગાંધીનગર, 05 વડોદરા અને 03 આણંદના લોકોનો સમાવેશ થાય છે. તેઓને હવે અમદાવાદથી તેમના ઘર સુધી પહોંચાડાશે.
