વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને ચુંટણી પંચે લગાવ્યો એક્ઝિટ પોલ પર પ્રતિબંધ
Live TV
-
વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખતા એક્ઝિટ પોલ એટલે કે મતદાન બાદ સર્વેક્ષણના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
ચુંટણી પંચે 12 નવેમ્બરથી 7 ડિસેમ્બર વચ્ચે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચુંટણીને ધ્યાનમાં રાખતા એક્ઝિટ પોલ એટલે કે મતદાન બાદ સર્વેક્ષણના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પંચે એ પણ કહ્યુ છે કે, મતદાન પુર્ણ થયાના 48 કલાક પહેલાથી ઓપિનિયન પોલ એટલે કે મતદાન પુર્વેનું સર્વેક્ષણ કે અન્ય સર્વેક્ષણોનું પરિણામ, ઈલેક્ટ્રોનિક મિડિયા અને અન્ય કોઈ માધ્યમ દ્વારા પ્રસારિત કરવા પર પ્રતિબંધ રહેશે.
