વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતની મુલાકાતે
Live TV
-
વિયેતનામના ઉપરાષ્ટ્રપતિ ડાંગથી ન્ગોક થિન્હ ત્રણ દિવસ માટે ભારતની મુલાકાતે આવ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિયેતનામ અને ભારત વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા કરશે. આજે તેઓ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરશે.
તેઓ સાંજે વિયેતનામ અને ભારત વચ્ચે સીધી વિમાન સેવાનો પ્રારંભ કરાવશે. ભારતના પ્રવાસ દરમિયાન વિયેતનામનાં ઉપરાષ્ટ્રપતિ ડાંગ 13 ફેબ્રુઆરીએ બોધગયાની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. બોધગયાથી તેઓ દિલ્હી પરત ફરશે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે.
