Skip to main content
Settings Settings for Dark

વિશાખાપટ્ટનમ નજીક R.R વેંકટપુરમની LG ગેસ પોલિમર કંપનીમાં રાસાયણિક ગેસ લિકેજ,11 લોકોના થયા મોત

Live TV

X
  • રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ, ગેસના toxicની અસર ઓછી કરવા ગુજરાતે, વાપી GIDCથી PTBC નામનુ 500 કિલો કેમીકલ આંધ્રપ્રદેશ મોકલાવ્યુ.

    આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરુવારે સવારે કેમિકલ પ્લાન્ટમાંથી ગેસ લીક થયો હતો. દુર્ઘટના સવારે 3 થી 3.30 વાગ્યા વચ્ચે એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાં સર્જાઈ હતી. સવારે લગભગ 5.30 વાગ્યે ન્યૂટ્રિલાઈજર્સના ઉપયોગ બાદ સ્થિતિ કાબૂમાં લેવાઈ હતી. ત્યાં સુધી ગેસ 4 કિમીની અંદર આવતા પાંચ નાના ગામમાં ફેલાઈ ગયો હતો. દુર્ઘટનામાં અત્યાર સુધી 2 બાળકો સહિત 11 લોકોના મોત થયા છે. NDRF,SDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે, હવે સ્થિતિ નિયંત્રણમાં છે. હવે પ્રયાસ કરવામાં આવે છે કે ગેસ વધુ લીક ન થાય.આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝેરી ગેસની વ્યાપકતા ઘટાડવા તત્કાલ મદદ મોકલી છે. મુખ્યમંત્રીના સચિવે એમ પણ જણાવ્યું કે, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની કંપનીમાં થયેલ ગેસ ગળતરની ઘટનામાં આ ગેસ ગળતરની અસરો સામે ઉપયોગી કેમિકલ PTBCનું ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે.  
    મુખ્યમંત્રી વિજય રૂપાણીને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ આ કેમિકલ વિશાખાપટ્ટનમ મોકલવા ટેલિફોનિક વાતચીત કરીને વિનંતી કરી હતી. જે અનુસંધાને  આ અંગે મુખ્યમંત્રીએ સતર્કતા દર્શાવી વાપીની ખાનગી ઉત્પાદક કંપની પાસેથી 500 કિલો PTBCનો જથ્થો દમણથી એરલીફ્ટ કરાવીને મોકલવા ઊદ્યોગ અગ્ર સચિવ અને વલસાડ કલેકટર મારફતે હાલની સ્થિતીમાં પણ ખાસ કિસ્સામાં યાતાયાત વ્યવસ્થાઓ કરાવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply