વિશાખાપટ્ટનમ ગેસ દુર્ધટનામાં જીવ ગુમાવનારના પરિવારને 1-1 કરોડ રૂપિયાનું વળતર અપાશે : CM જગનમોહન
Live TV
-
જેમની હાલત ગંભીર છે તેમને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.
વિશાખાપટ્ટનમમાં એલજી પૉલીમર્સ ફેક્ટ્રી ગેસ ગળતર દુર્ધટનામાં જીવ ગુમાવનાર લોકોને રાજ્ય સરકાર તરફથી 1-1 કરોડ રૂપિયાનું વળતર ફાળવવામાં આવશે. આ અંગે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી જાહેરાત કરી છે. વધુમાં, તેમણે હોસ્પિટલ પહોંચીની પીડિત લોકોના ખબર અંતર પણ પુછ્યા હતા. સાથે જ જે પીડિત વેન્ટિલેટર પર છે, જેમની હાલત ગંભીર છે તેમને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. વિશાખાપટ્ટનમમાં ગેસ પ્લાન્ટમાં ગેસ ગળતર થવાના કારણે 11 લોકોના મોત થયા છે. અને અન્ય 1000 તેનાથી પ્રભાવિત થયા છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા બળના મહાનિર્દેશક એસએન પ્રધાને વધુમાં જણાવ્યું છે કે પ્લાન્ટ ગેસ ગળતર હવે ઓછું થઇ ગયું છે. પણ એનડીઆરએફ કર્મી ત્યાં આ સંપૂર્ણપણે બંધ થઇ જાય ત્યાં સુધી હાજર રહેશે. તેમણે પણ આ દુર્ધટનામાં 11 લોકોના મોતની ખબર સ્વીકારી છે.
