Skip to main content
Settings Settings for Dark

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેન્કટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીક થવાથી 11 લોકોના મોત

Live TV

X
  • NDMA અને ગૃહ મંત્રીઓના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી

    આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના વેન્કટપુરમ ગામમાં કેમિકલ ગેસ લીક થવાથી 11 વ્યક્તિના મોત થયા છે. જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ ગેસ એલજી પોલિમર્સ ઈન્ડસ્ટ્રીના પ્લાન્ટમાંથી લીક થયો છે..જેના કારણે એક હજારથી વધારે લોકો બીમાર થયા છે.આ તરફ આંધ્રપ્રદેશની આ ઘટનાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાબડતોડ બેઠક બોલાવી છે.NDMA અને ગૃહ મંત્રીઓના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાત્કાલિક બેઠક બોલાવી છે. ગેસ લીકેજની ઘટના પર પ્રધાનમંત્રી સ્વયં નજર રાખી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગેસ લીકેજની ઘટના અંગે દુઃખદ વ્યક્ત કર્યું હતું અને અસરગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply