વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુંઃ આરોગ્ય મંત્રાલય
Live TV
-
દેશમાં પહેલીવાર મૃત્યુઆંક 400 થી પણ નીચે
આરોગ્ય મંત્રાલયે, પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં રસીકરણ અભિયાન માટેની તૈયારી આખરી તબક્કામાં છે. ત્રણ વેક્સિન પ્રિ-ક્લીનીકલ પરીક્ષણ તબક્કામાં તો 6 વેક્સિન ક્લિનીકલ પરીક્ષણ તબક્કે છે. મોટાભાગની વેક્સિન બે ડોઝ ધરાવે છે.
આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, વેક્સિન પરીક્ષણ પછી મોટાપાયે ઉત્પાદનની તમામ તૈયારી થઇ ચુકી છે. વેક્સિનને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળી જાય તે પછી દેશમાં કોવિડ વેક્સિનનું મોટાપાયે ઉત્પાદન શરૂ થઇ જશે. વેક્સિન ઉત્પાદન પછી દેશના પ્રત્યેક વ્યક્તિ સુધી વેક્સિન પહોંચતી કરવાની તૈયારી પણ થઇ ચુકી છે.
તેમણે જણાવ્યું હતું કે સીરમ ઇસ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ માટે, અરજી કરીને મંજૂરી પણ માંગી છે. આરોગ્ય સચિવે તે વાત ની પણ જાણકારી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ,વેક્સિન ઉત્પાદક કંપનીઓ અને વિજ્ઞાનીઓ સાથે વાતચીત પણ કરી ચુક્યા છે. તેમણે જણાવ્યું, કે તાજેતરના દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણના કેસ ઘટ્યા છે.
