PM મોદીનું ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ- 2020માં સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ, આઈએમસી-2020ના ઉદ્દઘાટન સત્રને સંબોધિત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે ઝડપથી કનેક્ટિવિટીમાં થયેલા સુધારાનો અનુભવ કર્યો છે. પહેલા ટેલિફોન કૉલથી લઈને અત્યાર સુધી આપણે લાંબી યાત્રા નક્કી કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજથી 10 વર્ષ પહેલા આ પ્રકારની મોબાઈલ ક્રાંતિ વિશે વિચારવું મુશ્કેલ હતું. આપણે વિચારવું પડશે કે ટેકનિકલ ક્રાંતિથી જીવનને વધુ સગવડયુક્ત કેવી રીતે બનાવી શકાય. નવાચાર અને પ્રયત્નોના કારણે જ વિશ્વ મહામારી દરમ્યાન પણ ગતિશીલ છે.
વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, પોતાના ઉત્પાદન અને પોતાની ક્ષમતા પર દ્દઢનિશ્ચયી રહેવું પડશે. આપણા યુવાનો ઘણા આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્પાદનો પર કામ કરી રહ્યા છે. આજે તમારા પ્રયત્નોના કારણે એક પુત્ર પોતાની માતા સાથે અલગ શહેરમાં પણ જોડાયેલો રહી શકે છે. એક વિદ્યાર્થી પોતાના શિક્ષક વગર ક્લાસમાં બેસીની ભણી શકે છે અને એક દર્દી ડૉક્ટર પાસેથી ઘરે બેસીને સલાહ લઈ શકે છે.
