સરકાર હંમેશા ખેડુતોની સાથે: કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર
Live TV
-
ખેડુતોની આડમાં રાજનિતિ કરનારા વિપક્ષી દળોના વિરોધમાં સરકાર. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું, ખેડુતોના હિતોમાં લેવામાં આવી રહ્યા છે અનેક લાભદાયક પગલાં
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ખેડૂતોને કૃષિ સુધારા કાયદાને લઈને જે ચિંતા તેમજ પ્રશ્નો છે તેના નિરાકરણ માટે સરકાર તત્પર છે અને આ અંગે કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમુક ખેડૂતોમાં તેમના હિતમાં ઘડવામાં આવેલા કાયદાને લઇને શંકાઓ છે, તેથી તેઓ આંદોલનમાં જોડાયા છે, તો બીજી બાજુ મોટાભાગના ખેડૂતો એ પહેલેથી જ કાયદાનું સ્વાગત કર્યું છે.
