વિશ્વપ્રસિદ્ધ ઓરિસ્સાના પુરીમાં રથયાત્રાનો શુભારંભ, 9 દિવસ ચાલશે રથયાત્રા
Live TV
-
લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ પૂરી પહોંચ્યા
ઓરિસ્સાના પુરી ખાતે આજે વિશ્વ પ્રસિધ્ધ જગન્નાથ રથયાત્રાનો શુભારંભ થયો રથયાત્રા નવ દિવસ સુધી ચાલશે. ભગવાન જગન્નાથ, ભાઈ સુભદ્રા બહેન , ભાઈ બલરામ જગન્નાથ મંદિરેથી નીકળીને ગુંડીચ મંદિર જશે. સાત દિવસના વિશ્રામ પછી નિજ ધામ જગન્નાથ પુરી ખાતે પાછા ફરશે. આ યાત્રામાં ત્રણ વિશાળ રથ હોય છે. રથયાત્રામાં સામેલ થવા લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ પૂરી પહોંચ્યા છે. શ્રધ્ધાળુઓની ભારે સંખ્યાને જોતાં સુરક્ષાની સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે




