પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રા પ્રસંગે દેશવાસીઓને આપી શુભેચ્છા
Live TV
-
ટ્વીટર પર પ્રધાનમંત્રીએ શેર કર્યો અમદાવાદની રથયાત્રાનો યાદગાર ફોટો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રા પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા આપી છે..આજે દેશભરમાં ભગવાન જગન્નાથ રથયાત્રાની રંગેચંગે ઉજવણી થઈ રહી છે..ત્યારે પ્રધાનમંત્રીએ પોતાના ટ્વીટર પેજ પર રથયાત્રાની શુભેચ્છા આપતા લખ્યુ છે કે રથયાત્રાના વિશેષ અવસર પર સૌને શુભકામના.. તમામ નાગરિકોની તંદુરસ્તી, સુખ અને સમૃદ્ધિ માટે તેમનો આશીર્વાદ મળી રહે તેવી ભગવાન જગન્નાયથજીને પ્રાર્થના કરીએ..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રામાં પહિંદવિધી કરતા રહ્યા છે..એટલુ જ નહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ વાર જગન્નાથજીની પહિંદવિંધી કરવાનો રેકોર્ડ પણ રહ્યો છે..હવે જ્યારે દેશની જનતાએ તેમને પ્રધાનમંત્રી પદે બેસાડ્યા છે ત્યારે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગન્નાથજી પ્રત્યેની આસ્થા ઓછી નથી થઈ..2014થી આજ સુધી તેઓ દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા દરમિયાન દિલ્હીથી પ્રસાદ મોકલે છે..આ વખતે પણ પ્રધાનમંત્રીએ અમદાવાદ જગન્નાથ મંદિરે જાંબુ, કેરી , મગ , ડ્રાયફ્રૂટનો પ્રસાદ મોકલ્યો હતો..
