વીડિયોકોન લોન મામલે IT વિભાગની દિપક ચોકરને નોટિસ
Live TV
-
આયકર વિભાગે વિડિયોકોન લોન બાબતમાં કર ચોરીની તપાસમાં દિપક કોચરને ફટકારી નોટિસ
આયકર વિભાગે વિડિયોકોન લોન બાબતમાં કર ચોરીની તપાસમાં દિપક કોચરને નોટિસ આપી છે. કોચરને નોટિસ આપવાની જાણકારી સંબંધિત અધિકારીઓએ આપી છે. અધિકારીઓએ જણાવ્યું , કે દિપક કોચરને આયકર વિભાગની કલમ 131 હેઠળ નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં દિપક કોચરને તેના પાછલા વર્ષના ટેક્સ રિટર્નની માહિતી આપવા જણાવ્યું છે. વધુમાં અધિકારીઓએ જણાવ્યું કે વિડિયોકોન કંપની સાથે જોડાયેલ તમામ લોકોની આયકર વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. દિપક કોચર આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચરના પતિ છે.