લોકસભામાં વિપક્ષે કર્યો ભારે હોબાળો, આવતીકાલે સંસદનો અંતિમ દિવસ
Live TV
-
રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, DMK અને TDP ના સાંસદોએ, ભારે સુત્રોચ્ચાર કર્યો હતો, જેના કારણે કાર્યવાહી ચાલી શકી ન હતી
લોકસભામાં વિપક્ષના ભારે હોબાળાને પગલે, સ્પીકર દ્વારા સમગ્ર દિવસ માટે કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. તો દેશના ઉપલા ગૃહ રાજ્યસભાની કાર્યવાહી પણ, બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. બે વાગ્યા બાદ રાજ્યસભાની કામગીરી પુનઃ ચાલુ કરાઈ હતી. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, DMK અને TDP ના સાંસદોએ, ભારે સુત્રોચ્ચાર કર્યો હતો, જેના કારણે કાર્યવાહી ચાલી શકી ન હતી. આ તરફ રાજ્યસભાના અધ્યક્ષે અપીલ કરી હતી, કે આવતીકાલે સંસદના સત્રનો અંતિમ દિવસ છે, અને મોટા ભાગના બિલ પેન્ડિંગ પડ્યા છે. દેશ વિકાસ ઈચ્છી રહ્યો છે. તમે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવા માગો, તો કરી શકો છો. બેંકિંગ, આંધ્રપ્રદેશ, કાવેરી જળ વિવાદ, દલિત, કશ્મીર. કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકો છો. પરંતુ દુર્ભાગ્યની વાત છે, કે ભારતની સંસદમાં આવો ઘોંઘાટભર્યો માહોલ છે. બીજી તરફ સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયેલે આરોપ લગાવ્યો છે, કે કોંગ્રેસની સરકાર દલિત વિરોધી રહી છે.