વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35%
Live TV
-
આરબીઆઈ ગવર્નરે આજે કહ્યું કે, રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર રહેશે.
RBIએ Repo Rate અને Reverse Repo Rateમાં કોઈ ફેરફાર નથી કર્યા. RBI ગવર્નરે આજે કહ્યું કે, Repo Rate 4% અને Reverse Repo Rate 3.35% પર રહેશે. તેની સાથે જ RBI ગવર્નરે વર્ષ 2021-22 માટે 10.5% જીડીપીનો અંદાજ મુક્યો છે.
મોનેટરી પોલિસી રજૂ કરતાં RBI ગવર્નરે કહ્યું, “કોરોન હોવા છતાં દેશની આર્થિક સ્થિતિ સુધરી રહી છે. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેનાથી થોડી અનિશ્ચિતતા ચોક્કસ છે, પરંતુ ભારત પડકારનો સામનો કરવા માટે તૈયાર છે.” જણાવીએ કે, 5 ફેબ્રુઆરીના રોજ મળેલ મોનેટરી પોલિસી સમીક્ષામાં Repo Rate અને Reverse Repo Rateમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં Repo Rate 4 ટકા અને Reverse Repo Rate 3.35 ટકા પર જાળવી રાખવામાં આવ્યા છે.રેપો રેટ એટલે શું ?: રેપો રેટ એટલે સામાન્ય ભાષામાં વ્યાજનો રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા જે દરે દેશની તમામ બેન્કોને લોન આપે તે વ્યાજનો દર.
રિવર્સ રેપો રેટ એટલે શું ?: રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેન્કો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચુકવે તે.
