શિક્ષક દિન નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત, શિક્ષકો સાથે કર્યો સંવાદ
આજે શિક્ષક દિવસ છે. શિક્ષક દિવસે શિક્ષકોને સન્માનીત કરવા માટે, નવી દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં પસંદગી પામેલા શિક્ષકોને, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરાશે. કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુંશવાહે , કાર્યક્રમને સંબોધન કરતાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને, એક શિક્ષક તરીકે વર્ણવતા કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભામાં એક શિક્ષક તરીકે ગૃહનું સંચાલન કરે છે. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગઈકાલે સાંજે, રાષ્ટ્રીય એવૉર્ડથી સન્માનિત શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે શિક્ષકોને, ગ્રામીણ અને ગરીબ પૃષ્ઠ ભૂમિ માંથી આવતા વિદ્યાર્થીઓમાંથી, પ્રતિભા બહાર લાવવા, અપીલ કરી હતી. તેમણે શિક્ષણનું સ્તર સુધારવા બદલ ,શિક્ષકોની પ્રશંસા કરી હતી.