Skip to main content
Settings Settings for Dark

શિયાળુ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં આજે ડેમ સેફ્ટી બિલ પસાર કરવામાં આવ્યું

Live TV

X
  • સંસદના શિયાળુ સત્રના આજે ચોથા દિવસે આજે રાજ્યસભામાં ડેમ સેફ્ટી બિલ પસાર કરવામાં આવ્યું છે. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ બિલ અંગે જણાવ્યું હતું કે, 2 વર્ષ પહેલા લોકસભામાં સદનના તમામ સભ્યોએ મળીને આ બિલને પાસ કર્યું હતું. આ બિલના કારણે ડેમની સુરક્ષા પ્રક્રિયામાં એકરૂપતા આવશે.જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા માટે આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તો આ તરફ આજે લોકસભામાં નિયમ 193 અંતર્ગત કોરોના મહામારી અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. જ્યારે રાજ્યસભામાં 12 સાંસદોના સસ્પેન્શનના મુદ્દે વિપક્ષના સભ્યોએ હોબાળો કર્યો હતો. જેમાં વિપક્ષી દળો હાથમાં કાળી પટ્ટી બાંધીને સંસદ પહોંચ્યા હતા. આ ચર્ચા અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, સદનમાં આજે કોરોના અંગે સકારાત્મક ચર્ચા થાય, તેમજ સાંસદોને કોરોના દરમિયાન પોતાને થયેલા અનુભવોને શેર કરવા માટેની અપીલ પણ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply