શ્રદ્ધાપૂર્વક મનાવાયો રામનવમીનો પર્વ, ચૈત્ર નવરાત્રિનું સમાપન
Live TV
-
દેશભરમાં આસ્થા અને ભક્તિભાવપૂર્વક રામનવમીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. રામ નવમી દર વરસે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તીથિએ મનાવવામાં આવે છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
દેશભરમાં આસ્થા અને ભક્તિભાવપૂર્વક આ તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. મંદિરોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ધાર્મિક માન્યતાઓ મુજબ આજના દિવસે શ્રી રામનો જન્મ થયો હતો. આ પર્વ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તીથિએ મનાવાય છે. આ સાથે આજના દિવસે ચૈત્ર નવરાત્રિનું સમાપન થાય છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ નવમી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભગવાન રામે દર્શાવેલા ન્યાયપ્રિયતા અને સત્યના માર્ગને અનુસરવા સૌને અપીલ કરી હતી.