બાબાસાહેબની જન્મજયંતિએ 14 એપ્રિલથી 4 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન મનાવાશેઃ મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Live TV
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણીના માધ્યમથી મન કી બાતની 43મી આવૃ્ત્તિ રજૂ કરી હતી. ડીડી ગિરનાર સહિત વિવિધ ટીવી ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલથી 4 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન મનાવવાની જાહેરાત કરી હતી.
પ્રસ્તુત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મન કી બાતના મહત્ત્વના અંશો.
- આજે દેશભરમાં મહિલાઓ, યુવાઓ સહિતના દરેક વર્ગમાં વિશ્વાસ પેદા થયો છે કે આપણે આગળ વધી શકીએ છીએ. આ જ આત્મવિશ્વાસ, આ જ પોઝિટીવીટી ન્યૂ ઇન્ડિયાના આપણા સ્વપ્નને સાકાર કરશે
- મહાત્મા ગાંધી, શાસ્ત્રીજી, લોહિયાજી, ચૌધરી ચરણસિંહજી, ચૌધરી દેવીલાલજી દરેકે કૃષિ અને ખેડૂતને દેશના અર્થતંત્ર અને સામાન્ય જનજીવનના મહત્ત્વના અંગ ગણ્યા છે.
- ગત દિવસોમાં હું દિલ્હીમાં આયોજિત કૃષિ ઉન્નતિ મેળામાં ગયો હતો. ત્યાં કૃષિ સાથે જોડાયેલા અનેક અનુભવો જાણવા, કૃષિ વિશેના ઇનોવેશન્સ વિશેની માહિતી મારા માટે સુખદ અનુભવ હતો.
- આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનો પ્રારંભ થશે. આ એક ઐતિહાસિક પ્રસંગ રહેશે.
- સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત એકમેકના પૂરક છે. આરોગ્યના ક્ષેત્રમાં આજે દેશ conventional approachથી આગળ વધી ચૂક્યો છે.
- ગત લગભગ 4 વર્ષોમાં સેનીટેશનનો વ્યાપ બમણો થઈને આશરે 80 ટકા થઈ ચૂક્યો છે. આ ઉપરાંત દેશભરમાં હેલ્થ વેલનેસ સેન્ટર્સ બનાવવાની દિશામાં પણ વ્યાપક સ્તરે કામ થઈ રહ્યું છે.
- આયુષ્યમાન ભારત યોજના હેઠળ આશે 50 કરોડ લોકોની સારવાર માટે 1 વર્ષમાં 5 લાખ રુપિયાનો ખર્ચ ભારત સરકાર અને વીમા કંપનીઓ સાથે મળીને આપશે
- બાબાસાહેબ આંબેડકરના વિઝનને આગળ વધારતા સ્માર્ટ સિટી મિશન, રુર્બન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેથી નાન નગરો, નાના શહેરોમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.
- ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલથી 4 મે સુધી #GramSwarajAbhiyan મનાવવામાં આવશે.
- બાબાસાહેબે સંઘીય વ્યવસ્થાની તરફેણ કરી હતી. દેશના ઉત્થાન માટે કેન્દ્ર અને રાજ્યોને સાથે મળીને કાર્ય કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.
- હું યોગ શિક્ષક નથી પણ યોગ પ્રેકટીશનર જરુર છું. કેટલાક લોકોએ પોતાની ક્રિએટીવીટીના માધ્યમથી મને યોગ ટીચર પણ બનાવી દીધો છે. મારા યોગ કરી રહ્યા હોય એવા થ્રી-ડી એનિમેટેડ વીડિયોઝ બનાવ્યા છે. હું આપ સૌ સાથે આ વીડિયો શેર કરીશ જેથી આપણે સૌ સાથે આસન, પ્રાણાયામ કરી શકીએ.
- ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે આપણે સૌએ તેમના બલિદાન અને સંદેશને યાદ કરવો જોઈએ.