Skip to main content
Settings Settings for Dark

બાબાસાહેબની જન્મજયંતિએ 14 એપ્રિલથી 4 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન મનાવાશેઃ વડાપ્રધાન

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણીના માધ્યમથી મન કી બાતની 43મી આવૃ્ત્તિ રજૂ કરી હતી. ડીડી ગિરનાર સહિત વિવિધ ટીવી ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલથી 4 મે સુધી ગ્રામ સ્વરાજ અભિયાન મનાવવાની જાહેરાત કરી હતી.

    પ્રસ્તુત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મન કી બાતના મહત્ત્વના અંશો. 

    - આજે દેશભરમાં મહિલાઓ, યુવાઓ સહિતના દરેક વર્ગમાં વિશ્વાસ પેદા થયો છે કે આપણે આગળ વધી શકીએ છીએ. આ જ આત્મવિશ્વાસ, આ જ પોઝિટીવીટી ન્યૂ ઇન્ડિયાના આપણા સ્વપ્નને સાકાર કરશે

    - મહાત્મા ગાંધી, શાસ્ત્રીજી, લોહિયાજી, ચૌધરી ચરણસિંહજી, ચૌધરી દેવીલાલજી દરેકે કૃષિ અને ખેડૂતને દેશના અર્થતંત્ર અને સામાન્ય જનજીવનના મહત્ત્વના અંગ ગણ્યા છે.

    - ગત દિવસોમાં હું દિલ્હીમાં આયોજિત કૃષિ ઉન્નતિ મેળામાં ગયો હતો. ત્યાં કૃષિ સાથે જોડાયેલા અનેક અનુભવો જાણવા,  કૃષિ વિશેના ઇનોવેશન્સ વિશેની માહિતી મારા માટે સુખદ અનુભવ હતો.

    - આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનો પ્રારંભ થશે. આ એક ઐતિહાસિક પ્રસંગ રહેશે. 

    - સ્વચ્છ ભારત અને સ્વસ્થ ભારત એકમેકના પૂરક છે. આરોગ્યના ક્ષેત્રમાં આજે દેશ conventional approachથી આગળ વધી ચૂક્યો છે. 

    - ગત લગભગ 4 વર્ષોમાં સેનીટેશનનો વ્યાપ બમણો થઈને આશરે 80 ટકા થઈ ચૂક્યો છે. આ ઉપરાંત દેશભરમાં હેલ્થ વેલનેસ સેન્ટર્સ બનાવવાની દિશામાં પણ વ્યાપક સ્તરે કામ થઈ રહ્યું છે. 

    - આયુષ્યમાન ભારત યોજના હેઠળ આશે 50 કરોડ લોકોની સારવાર માટે 1 વર્ષમાં 5 લાખ રુપિયાનો ખર્ચ ભારત સરકાર અને વીમા કંપનીઓ સાથે મળીને આપશે

    - બાબાસાહેબ આંબેડકરના વિઝનને આગળ વધારતા સ્માર્ટ સિટી મિશન, રુર્બન મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો. જેથી નાન નગરો, નાના શહેરોમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.

    ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલથી 4 મે સુધી #GramSwarajAbhiyan મનાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply