PNB કૌભાંડ - EDએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને અન્ય વિરુદ્ધ PMLA કેસ નોંધ્યો
Live TV
-
નીરવ મોદીનો કિંમતી સામાન 10 કરોડની રિંગ, 1.40 કરોડની ઘડિયાળ જપ્ત
પંજાન નેશનલ બેંક સાથે 11,300 કરોડના કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નીરવ મોદી અને મેહુલ ચોક્સી અને અન્ય વિરુદ્ધ PMLA કેસ નોંધવામાં આવ્યો છે..EDએ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ઘરની તપાસ કરી હતી જેમાં અત્યંત કિંમતી સામાન મળી આવ્યો છે..જેમાં મુંબઈ સ્થિત નિવાસસ્થાનેથી 10 કરોડની રિંગ,કિંમતી પ્રાચીન આભૂષણો અને 1.40 કરોડની ઘડિયાળનો પણ સમાવેશ થાય છે..ED છેલ્લા ત્રણ દિવસથી લગાતાર તેમના ઘરની તપાસ કરી રહ્યુ હતુ..આ સર્ચ દરમિયાન કિંમતી પેઈન્ટિંગ્સ પણ મળી આવ્યા છે.તેમજ જ્વેલરી સહિત કરોડોનો કિંમતી સામાન કબજે લેવાયો છે.નીરવ મોદી સાથે જોડાયેલી કેટલી ચીજો પહેલાથી જ જપ્ત કરવામાં આવી ચૂકી છે..ઘરમાં રહેલા 176 કબાટમાં 158 ડબ્બા અને 60 પ્લાસ્ટિકના બોક્સ ભરીને આ કિંમતી સામાન રાખવામાં આવ્યો હતો.નીરવ મોદી અને તેમની કંપનીઓની 9 મોંઘીદાંટ કારને પણ જપ્ત કરવામાં આવી છે..આ કારો પૈકી 6 કરોડની રોલ્સ રોયલ ગોસ્ટ પણ સામેલ છે..અત્યાર સુધીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કુલ 7,638 કરોડની અચળ સંપત્તિને પણ જપ્ત કરી લીધી છે..