ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં લાલુ યાદવને 14 વર્ષની સજા
Live TV
-
કોર્ટે 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો
ઘાસચારા કૌભાંડના ચોથા કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને કુલ 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ઉપરાંત 30 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લાલુ યાદવ જો દંડ નહીં ભરે તો સજા એક વર્ષ વધારી દેવામાં આવશે.લાલુ યાદવને આઈપીસીની અલગ અલગ કલમોમાં કુલ સાત વર્ષની સજા સંભળાવવામાં આવી. તેની સાથે જ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જાણકારી મુજબ લાલુ યાદવની બંને સજા અલગ અલગ રહેશે. તેની સાથે જ બંને કલમોમાં 30-30 લાખનો દંડ લગાવાયો છે.લાલુ યાદવને ઝારખંડના દુમકા કોષાગારમાંથી 13.3 કરોડ રૂપિયાથી વધારે રકમ ગેરકાયદે નીકળવાના મામલે રાંચીની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટ દોષી માન્યા છે.લાલુને સજાની જાહેરાત વીડિયો કોન્ફરન્સ દ્વારા થઇ. વીડિયો કોન્ફરન્સ દરમિયાન લાલુ યાદવ ત્યાં હાજર નહોતો. તે હાલ રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાછે. તેને દિલ્હીની એઇમ્સમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. લાલુ યાદવ અત્યાર સુધીમાં 6માંથી 4 મામલામાં દોષી સાબિત થઈ ચૂક્યો છે, જ્યારે 2 મામલાં સુનાવણી ચાલુ છે.19 માર્ચે કોર્ટ 31માંથી 19 આરોપીઓને દોષી જાહેર કર્યા હતા. જેમાં લાલુ યાદવ પણ સામેલ હતા. બિહારના પૂર્વ સીએમ ડો. જગન્નાથ મિશ્રા સહિત 12 લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.