શ્રાવણ માસ વિશેષ: રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શનથી મળે છે ભગવાન શિવ અને શ્રીરામની કૃપા
Live TV
-
તમિલનાડુના રામેશ્વરમ દ્વીપ પર આવેલું રામનાથસ્વામી મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં 11મું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીરામે રાવણ વિધ પછી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા અહીં શિવલિંગની સ્થાપના કરી હતી.મંદિરના ગર્ભગૃહમાં રામલિંગમ ઉપરાંત ભગવાન હનુમાન કૈલાસથી લાવેલા વિશ્વલિંગમની પણ પૂજા થાય છે. પરંપરા મુજબ સૌપ્રથમ વિશ્વલિંગમની પૂજા કરવામાં આવે છે.
રામનાથસ્વામી મંદિરનો વિશાળ પરિક્રમા માર્ગ આશરે 4,000 ફૂટ લાંબો છે અને તેમાં અનેક કોતરણીવાળા સ્તંભો છે. મંદિર પરિસરમાં 64 તીર્થકુંડ હોવાનું માનવામાં આવે છે, જેમાં 22 પવિત્ર કુંડોમાં સ્નાન કરીને દર્શન કરવાની પરંપરા છે.મહાશિવરાત્રી, રામનવમી અને શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા-અભિષેકનું આયોજન થાય છે. રામેશ્વરમ શૈવ અને વૈષ્ણવ પરંપરાના શ્રદ્ધાળુઓ માટે મહત્વપૂર્ણ તીર્થધામ છે.
