શ્રીનગરના CRPF કેમ્પમાં આતંકી સામેનું ઓપરેશન 32 કલાક બાદ પુરૂ, બે આતંકી ઠાર
Live TV
-
શ્રીનગરના કરણનગર CRPF કેમ્પમાં ઘુસવાની કોશીશ કરનાર આતંકી સામે, સુરક્ષાદળનું ઓપરેશન 32 કલાક બાદ ગઇકાલે પુરૂ થયું હતું.
શ્રીનગરના કરણનગર CRPF કેમ્પમાં ઘુસવાની કોશીશ કરનાર આતંકી સામે, સુરક્ષાદળનું ઓપરેશન 32 કલાક બાદ ગઇકાલે પુરૂ થયું હતું. સુરક્ષાદળે આ ઓપરેશનમાં બે આતંકીઓને ઠાર માર્યા હતા. અથડામણમાં CRPFનો એક જવાન શહિદ થયો છે. જ્યારે એક ઘાયલ થયો છે.
ઘાયલ જવાન જોખમથી બહાર છે, તેની સારવાર ચાલે છે. CRPFના આઇજી રવીદીપ સહાયે જણાવ્યું કે આતંકી પાસેથી શસ્ત્રો અને દારૂગોળો કબજે કર્યો છે. ઘુસવાની કોશીશ કરનાર આતંકીને, ગેટ પરના સંતરીએ પડકાર્યો હતો, જેથી, તે નજીકના મકાનમાં ઘુસી ગયા હતા. સુરક્ષા દળે આ ઇમારતની આજુ બાજુ રહેતા લોકોને સલામત બહાર ખસેડી ઓપરેશન હાથ ધરી, આતંકીને ઠાર માર્યા હતા.
પાકિસ્તાન સમર્થન આતંકી સામે શહાદત વહોરનાર પાંચ જવાનોને, ગઇકાલે અંતિમ વિદાય અપાઇ હતી. દેશના જવાનોના અંતિમ વિદાય સમયે કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.