પાકની ઘુસણખોરી અને હુમલા સંદર્ભે લેફટનન્ટ જનરલ દેવરાજ અંબુએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું
Live TV
-
જમ્મુ-કાશ્મીરના વર્તમાન હાલત અને એલ.ઓ.સી.થી પાકિસ્તાનની ઘુસણખોરી અને હુમલા સંદર્ભે લેફટનન્ટ જનરલ દેવરાજ અંબુએ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. તેમણે જમ્મુ-કાશ્મીરમાં સેના દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેના વિવિધ ફલકને લઇને વિવિધ મુદ્દે જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે પથરાવ કરી રહેલા લોકો સામે સેના યોગ્ય રીતે પગલા ભરી રહી છે. પરંતુ તેમજ સ્થાનિક લોકો યુવાનોને જાગૃત કરવાની દિશામાં પગલા ભરાવા જોઇએ. કટ્ટરવાદ મુદ્દે તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયાની ભૂમિકા આ બાબતે મહત્વની છે. જેની ઉપર નિયંત્રણ કરવાની અને નજર રાખવાની જરૂર છે.