સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાન ફરી એકવાર ફટકાર
Live TV
-
સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વાર પાકિસ્તાને શર્તમતા અનુભવી હતી. ભારતે ફરી આતંકવાદના સમર્થન માટે પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સ-એફએટીએફની યાદીમાં સમાવેશ કરતા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વ્યક્ત કરાઇ ખુશી.
વિશ્વની સામે અસત્યના માસ્ક પહેરીને પાકિસ્તાનનો પ્રત્યક્ષ ચહેરો ફરી એક વખત ખુલ્લો થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે ભારતે ફરી એક વખત પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલમાં પાકિસ્તાને કાશ્મીરમાં કથિત માનવાધિકારના ઉલ્લંઘનનો કેસ કર્યો હતો. તેનો જવાબ આપતા ભારતે એક મજબૂત પ્રતિક્રિયા આપી છે.
ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાનનીએ આદત બની ગઈ છે તેઓ ભારતના આંતરિક બાબતોમાં દખલગીરી કરી જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવી કાઉન્સિલને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનના આ વલણ સામે મજબૂત વિરોધ નોંધાવ્યો હતો. ભારત જણાવ્યું હતું કે હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ વિશે ખોટા ચિંતા કરી ખોટો સમય બરબાદ કરી રહ્યા છે. જેમણે બલૂચિસ્તાનના, સિંધ, ખૈબર પખ્તૂનખ્વા અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના લોકો પર હત્યાચાર કરવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ અફઘાનિસ્તાને પણ સંયુકત રાષ્ટ્ર સંરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફાઇનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફોર્સની યાદીમાં સામેલ કરવાના નિણ્ય પર ખુશી વ્યકત કરી છે. તાજેતરમાં જ એફએટીએફની બેઠકમાં પાકિસ્તાનને 'ગ્રે લિસ્ટ'માં સામેલ કરવાનું નક્કી કર્યું છે. ગ્રે યાદીમાં સામાવેશ દેશો પર આતંકવાદી ભંડોળ પુરૂ માટે કડક નિરીક્ષણ રાખવામાં આવશે.
